Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજાહેરનામાના ભંગ બદલ ચંદ્રમૌલી ગેસ્ટહાઉસના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો

જાહેરનામાના ભંગ બદલ ચંદ્રમૌલી ગેસ્ટહાઉસના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો

જિલ્લા કલેકટરના પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવાના જાહેરનામા ભંગ બદલ જામનગર એસઓજી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર એસઓજી પોલીસ દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ચંદ્રમૌલી ગેસ્ટ હાઉસના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જિલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ દ્વારા તમામ હોટલ ગેસ્ટહાઉસના સંચાલકોએ પોતાની હોટલ તથા ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની ફરજીયાત એન્ટ્રી પથિક સોફટવેરમાં કરવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓ તથા આતંકવાદીઓ જો હોટલ-રેસ્ટોરન્ટમાં રોકાયા હોય તો તેની માહિતી પોલીસ મેળવી શકે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં આવેલ હોટેલ-ગેસ્ટહાઉસમાં આવતા પ્રવાસીઓની પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવા બાબતના જાહેરનામાની અમલવારી કરાવવા સૂચના કરતા એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસ ચેક કરી પથિક સોફટવેરમાં એન્ટ્રી થાય છે કે કેમ ? તે અંગે ચેકિંગ હાથ ધર્યુ હતું.

આ દરમિયાન એસઓજી સ્ટાફના ચંદ્રસિંહ જાડેજા, રાયદેભાઈ ગાગીયા, હર્ષદકુમાર ડોરીયા તથા રાજેશભાઈ મકવાણા દ્વારા જામનગર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ ચંદ્રમૌલી ગેસ્ટ હાઉસમાં તપાસ હાથ ધરતા ચંદ્રમૌલી ગેસ્ટહાઉસના સંચાલક જીવરાજભાઈ રાણાભાઈ ચાવડા એ બેદરકારી દાખવી પોતાના ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની પથિક સોફટવેરમાં એન્ટ્રી ન કરી જિલ્લા મેજીસ્ટે્રટના જાહેરનામાનો ભંગ કર્યો હોય ચંદ્રમૌલી ગેસ્ટ હાઉસના સંચાલક જીવરાજ રાણા ચાવડા વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular