Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : લાખેણું ‘લાખોટા’

Video : લાખેણું ‘લાખોટા’

- Advertisement -

જામનગરમાં આ વર્ષે અત્યાર સુધીમાં સીઝનના વરસાદનો કવોટા પૂરો થઈ ગયો છે. જામનગરમાં ચોમાસાના સતાવાર પ્રારંભ થયા ત્યારથી અત્યાર સુધીમાં 100 ટકા થી વધુ વરસાોદ થઈ ચૂકયો છે. આ વખતે પ્રારંભથી મેઘરાજા જામનગર શહેર ઉપર મહેરબાન હોય તેવું જણાઈ રહ્યું છે. જામનગર શહેરમાં છેલ્લાં 30 વર્ષની સરેરાશ કરતા પણ આ વર્ષે વધુ વરસાદ થઈ ચૂકયો છે. સીઝનના પ્રથમ વરસાદથી જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર રોડ ઓવરફલો થઈ ચૂકયો છે. તો બીજી તરફ જામનગરની શાન સમાન લાખેણુ લાખોટા તળાવ પણ ભરચક થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પ્રસ્તુત ડ્રોન તસ્વીરમાં લાખેણા લાખોટા તળાવનો નયનરમ્ય નઝારો જોઇ શકાય છે.

- Advertisement -

જામનગરની શાનસમુ લાખોટા તળાવ આ વખતે સીઝનના શરૂઆતના વરસાદમાં જ લબાલબ થયું છે. જામનગર શહેરમાં ડંકીઓ માટે આશિર્વાદરૂપ અને પીવાના પાણીના તળ સાજા રાખતું રાજાશાહી વખતનું લાખેણું લાખોટા તળાવ ભરચક થતા શહેરીજનોના હૃદય પુલકીત થયા છે. લાખોટા તળાવનો ઘડિયાળી કુવો પણ ડુબી ગયો છે. લાખોટા તળાવ જ્યારે ખાલી થાય અને ઘડિયાળી કુવો દેખાવા લાગે ત્યારે શહેરીજનો ઉપર ચિંતાના વાદળો ફરી વળે છે. કે પાણીની તકલીફ થશે. પરંતુ આ વર્ષે સીઝનના પ્રથમ વરસાદે જ આ તકલીફ દૂર કરી દીધી છે. લાખેણું લાખોટા તળાવ પાણીથી ભરચક થતા શહેરીજનોની પીવાના પાણીની સમસ્યા તેમજ બોર તથા ડંકીના તળ પણ સાજા થઈ ચૂકયા છે. તો બીજી તરફ આ લાખેણા લાખોટા તળાવ પાણીથી લબાલબ હોય જે જોઇ શહેરીજનોનો હરખ સમાતો નથી.
ત્રણ ભાગમાં વહેંચાયેલું શહેરની શાનસમુ લાખોટા તળાવ જ્યારે આ વર્ષે ભરાઈ ચૂકયુ છે ત્યારે શહેરીજનો આ દ્રશ્યો નિહાળવા પણ આતુર છે પરંતુ તાજેતરમાં થયેલા ભારે વરસાદને પરિણામે લાખોટા તળાવના અંદરની દિવાલ ધરાશાયી થઇ હોય હાલમાં પ્રવેશ બંધ હોય શહેરીજનો આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

- Advertisement -

લાખોટા તળાવમાં આ વર્ષે ભરપૂર માત્રામાં જળરાશી ઠલવાઈ છે. જેને પરિણામે લાખોટા તળાવ પાણીથી ભરપુર થયું છે. ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલી ઉપરોકત તસ્વીરમાં ત્રણેય ભાગમાં વહેંચાયું લાખોટા તળાવનો અદભૂત દ્રશ્ય નિહાળી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular