Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકોના કર્મચારી પર ચાલુ ફરજે થયેલા હુમલા અંગે આવેદનપત્ર પાઠવાયું

Video : જામ્યુકોના કર્મચારી પર ચાલુ ફરજે થયેલા હુમલા અંગે આવેદનપત્ર પાઠવાયું

જામનગર મહાનગરપાલિકા ટેકનિકલ કર્મચારી યુનિયન દ્વારા કડક પગલાં લેવા માંગ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કર્મચારી ઉપર ચાલુ ફરજે થયેલ હુમલા અંગે કાયદેસરના પગલા લેવાની માંગ સાથે જામનગર મહાનગરપાલિકા ટેકનીકલ કર્મચારી યુનિયન દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં થયેલ વરસાદને કારણે મોહનનગર, નારાયણનગર સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હતો આ પરિસ્થિતિનું પૂન: નિર્માણ ન થાય તે માટે વરસાદી પાણીના વહેણના અવરોધો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે.

- Advertisement -

ગુલાબનગર નવનાલા બ્રીજ શિવનગર સોસાયટી પાસે જાહેર રસ્તા પર નખાયેલા સાંકળા પાઈપને કારણે અવરોધ થતો હોય આ પાઈપ દુર કરી પાણીના વહેણની પહોળાઈ વધારવાની કામગીરી આ વોર્ડના એસએસઆઈ યુવરાજસિંહ કંચવા દ્વારા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સ્થાનિકો દ્વારા અન્ય વિસ્તારોમાંથી પોતાના સાગરિતોને બોલાવી જામ્યુકોના ફરજ પરના કર્મચારી પર હુમલો કર્યો હતો.

- Advertisement -

બે થી ત્રણ લોકો દ્વારા પોતાના મકાનોની સામે પાણીના વહેણને અવરોધરૂપ થાય તે રીતે ઓટલા કર્યા હોય એસ્ટેટ શાખા દ્વારા બે દિવસ પૂર્વે તેને સ્વેચ્છાએ દૂર કરવા મુદ્ત આપી હતી. હાલની કામગીરી ફકત જાહેર રસ્તા પર પાણીના અવરોધરૂપ પાઈપ દૂર કરી પાણીનું વહેણ ખુલ્લુ કરવાની હોય આમ છતાં આ અંગે સ્પષ્ટતા કરવા છતાં ફરજ પરના અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો હોય આ અંગે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular