જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા કમિશનરની સૂચના અનુસાર આસી. કમિશનર (ટેકસ) ના માર્ગદર્શન હેઠળ વોર્ડ વાઈઝ રીકવરી ટીમો દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકો વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તા.06 ના રોજ જામનગર શહેરમાં બે મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમજ સ્થળ પર 13 આસામીઓ પાસેથી રૂા.3,64,639 ની વેરા વસૂલાત કરવામાં આવી હતી.