ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં જીરૂના ખેડૂતોને ઉંચા ભાવો મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટંકારીયા ગામના ખેડૂતને જીરૂના પ્રતિ મણ રૂા. 12000 ભાવ મળતા ખુશીની લાગણી છવાઈ હતી.
આ અંગેની વિગત મુજબ, હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જીરૂના સારા ભાવો મળી રહ્યા છે. હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા અનુસાર, દ્વારકા જિલ્લાના ટંકારીયા ગામના દેવાભાઈ કેશુરભાઈ નામના ખેડૂતને જીરૂની હરરાજીમાં પ્રતિમણ રૂા. 12000 ના ભાવ મળ્યા હતાં. હરરાજીમાં ખેડૂત દ્વારા નવ ગુણી (540 કિલો) નું વેંચાણ કર્યુ હતું.