જામનગર બાર એસોસિએશન દ્વારા એસોસિએશનમાં એસી, વેલફેર ફંડમાં દાન આપનાર તેમજ અનેક પ્રકારની વકીલ મંડળમાં સેવા પ્રવૃત્તિ આપનાર વકીલોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વકીલ મંડળની ઓફિસમાં એસીના દાતા એન.એમ. બદિયાણીના હસ્તે એસીનું ઉદઘાટન કરાયું હતું.
જામનગર બાર એસોસિએશન દ્વારા જામનગર વકીલ મંડળની ઓફિસ ખાતે વકીલોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર બાર એસોસિએશનના હોલમાં એસીનું અનુદાન આપનાર ધારાશાસ્ત્રી એન.એમ. બદિયાણી, ડોકટરેટની પદવી મેળવનાર વી.એચ. કનારા, વકીલોના હિતાર્થે વેલફેર ફંડ શરૂ કરવાનો વિચાર મૂકી તેનો ફાઉન્ડર ડોનેશન આપનાર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર અને એકઝીકયુવ કમિટી મેમ્બર મનોજભાઈ અનડકટની એકઝીકયુટીવ કમિટી મેમ્બર તરીકે નિમણૂંક બદલ, સુપ્રસિધ્ધ વિરાંજલિ ગુજરાતી નાટકનું દિગ્દર્શક કરી વેલફેરમાં ડોનેશન આપનાર વિરલ રાચ્છ, જામનગર બાર એસો.ના વર્ષ 2015 માં વાઈફાઈની સુવિધા માટે સંજયદાન ગઢવી, વર્ષ 2016 થી 2023 સુધી વાઇફાઈનું લવાજમ આપનાર ભોજાણી એસોસિએટસના ભાવિનભાઈ ભોજાણી ઉપરાંત મિતલભાઈ ધ્રુવ, જોષી એસોસિએટસના અશોકભાઈ જોષી, શૈલેષભાઈ વજાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી સહિતના હોદ્ેદારો તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.