Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઆધાર કાર્ડના ઓપરેટરો 35 દિવસથી હડતાલ પર ઉતર્યા

આધાર કાર્ડના ઓપરેટરો 35 દિવસથી હડતાલ પર ઉતર્યા

લઘુતમ વેતન કરતા ઓછું વેતન : મામલતદાર અને કલેકટર સહિતનાને વારંવાર રજૂઆત: અધિકારીઓ દ્વારા ગંભીરતા નહીં દાખવતા પ્રજા પરેશાન

- Advertisement -

જામનગર શહેરમાં આધાર કાર્ડના સેન્ટર ઉપર કામગીરી કરતા કર્મચારીઓની લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન આપવામાં આવતું હોવાથી છેલ્લાં એક માસથી આધાર કાર્ડના ઓપરેટરો હડતાલ પર ઉતર્યા હોવાને કારણે અરજદારોને ધકા ખાવા પડે છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળોએ આધાર કાર્ડના સેન્ટરો આવેલા છે. આ સેન્ટરોમાં કામગીરી કરતાં ઓપરેટરોને સરકાર દ્વારા આપવામાં આવતા લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન આપવામાં આવે છે. ઓપરેટરોને મળતા ઓછા વેતન માટે મામલતદાર, કલેકટર સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ થતું ન હોવાથી આધાર કાર્ડ ઓપરેટરો છેલ્લાં 30 થી 35 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓની હડતાલને કારણે અરજદારોને અવાર-નવાર ધકકા ખાવા પડે છે. તંત્ર દ્વારા ઓપરેટરોએ કરેલી વારંવારની રજૂઆત છતાં કોઇ ગંભીરતા દાખવવામાં આવી ન હતી. જેના કારણે ઓપરેટરોની 35 દિવસની હડતાલ હજુ પણ યથાવત રહી છે. જેનો ભોગ અરજદારોએ બનવું પડે છે.

ઓપરેટરોને લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન મળવાથી લગત મામલતદાર અને કલેકટરને અવાર-નવાર રજૂઆત કરવા છતાં સરકારી અધિકારીઓ દ્વારા ઓપરેટરોની સમસ્યા સંદર્ભે કોઇએ ગંભીરતા દાખવી ન હતી. જેના કારણે ઓપરેટરોએ 35 દિવસથી આધારકાર્ડની કામગીરી કરવાનું બંધ કરી દેતા પ્રજા કારણ વગર પરેશાન થઈ ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular