અષાઢ સુદ પૂનમબના દિવસે જામનગર સહિત હાલારના પ્રસિધ્ધ ગુરૂગાદી આશ્રમો તથા મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના વિવિધ આશ્રમો તથા મંદિરોમાં ગુરૂવંદના, રામ ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. શહેરના સુપ્રસિધ્ધ બાલા હનુમાન સંકિર્તન મંદિર, કબિર આશ્રમ, ખિજડા મંદિર, આણદાબાવા આશ્રમ સહિતના વિવિધ સ્થળોએ વ્હેલી સવારથી જ શિષ્યો મોટી સંખ્યામાં ઉમટયા હતાં અને ગુરૂજનોના આશિર્વાદ મેળવ્યા હતાં. જામનગરના ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી તથા રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઇ બામભણીયા, મેરામણભાઇ ભાટુ સહિતના ભાજપા અગ્રણીઓએ પણ ખિજડા મંદિર ખાતે પ.પૂ. કૃષ્ણમણિ મહારાજનું ગુરુપૂજન કરી તેમજ શાલ ઓઢાડી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરી હતી. આણદાબાવા આશ્રમ ખાતે પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજએ પણ શિષ્યોને આશિર્વાદ પાઠવ્યા હતાં.
જામનગરમાં આસ્થાભેર ગુરૂ વંદના સાથે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી – VIDEO
ધારાસભ્યો રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો દ્વારા ગુરૂપૂજન