Friday, December 27, 2024
Homeરાજ્યહાલારબેરાજાના પિતા-પુત્ર પાણીમાં તણાયા, પુત્રનું મોત

બેરાજાના પિતા-પુત્ર પાણીમાં તણાયા, પુત્રનું મોત

મોખાણાના પુલ પર બાઈક સાથે પાણીના પ્રવાહમાં તણાયા : પુત્રનું ડુબી જતા મૃત્યુ : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા પિતા-પુત્ર બેઠા પુલ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન નદીના પાણીનું વહેણ વધી જવાથી તણાઈ જતાં પુત્રનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતાં મજૂરી કામ કરતા બાબુભાઇ અને તેનો પુત્ર નવઘણ બંને ગત તા.30 ના રોજ સાંજન સમયે જીજે-10-ડીજી-0874 નંબરના બાઈક પર જામનગર તાલુકાના મોખાણા ગામ પાસેના બેઠા પુલ પરથી પસાર થતા હતાં તે દરમિયાન એકાએક પાણીનું વહેણ વધી જતા બાઈક સાથે પિતા-પુત્ર નદીના પાણીમાં પડી ગયા હતાં અને તણાવા લાગ્યા હતાં. જેમાં નવઘણ બાબુભાઈ ઉર્ફે આણંદભાઈ સોલંકી (ઉ.વ.19) નામના યુવકનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું અને આ અંગે ભૂપતભાઈ સોલંકી દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જોડજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular