પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે 23 જૂનથી લઈને તા. 2 જુલાઈ, 2023 સુધી બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 22958 વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ 23.6.2023 થી તા. 2.7.2023 સુધી અમદાવાદની બદલે સાબરમતી સ્ટેશન સ્ટેશન સુધી થશે. આમ આ ટ્રેન સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ તા. 23.6.2023 થી તા. 2.7.2023 સુધી અમદાવાદને બદલે સાબરમતી (જેલ બાજુ)થી ઉપડશે. આમ આ ટ્રેન અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે આંશિક રીતે રદ રહેશે.