Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસતત 12મી વખત સુમેર સ્પોટર્સ કલબના પ્રમુખ તરીકે ચૂંટાતા રાજુભાઇ શેઠ

સતત 12મી વખત સુમેર સ્પોટર્સ કલબના પ્રમુખ તરીકે ચૂંટાતા રાજુભાઇ શેઠ

- Advertisement -

જામનગરની સુમેર સ્પોટર્સ કલબના પ્રમુખ તરીકે શહેરના પૂર્વ મેયર રાજુભાઇ શેઠ સતત 12મી વખત ચુંટાઇ આવ્યા છે. આ વખતે તેમની સાથોસાથ એકઝીકયુટીવ કમિટિના તમામ સભ્યો અને મંત્રી-ખજાનચી પણ બિનહરીફ ચુંટાયા છે. આગામી દિવસોમાં ઉપપ્રમુખ અને સહમંત્રીની ચૂંટણી કરવામાં આવશે.

- Advertisement -

જામનગરની સુમેર સ્પોટર્સ કલબના વર્ષ 2023-2025ની ટર્મ માટેના હોદેદારો અને એકઝીકયુટીવ કમિટિ મેમ્બરની ચૂંટણી માટેની પ્રક્રિયા તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીની જાહેરાત મુજબ તા.2 જુલાઇને રવિવારના રોજ આ માટે મતદાન નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સંસ્થાના સફળ અને બિનવિવાદી પ્રમુખ રાજુભાઇ શેઠ અને તેમની ટીમની કાર્યશૈલી, લોકચાહના અને સંસ્થાના વિકાસને ધ્યાને રાખીને આ વખતે ફરી એક વાર સમગ્ર કમિટિના તમામ 13 સભ્યો (3 હોદેદાર પણ) બિનહરીફ જાહેર થયા છે.

એકઝીકયુટી કમિટિ મેમ્બર તરીકે બિનહરીફ જાહેર થયેલ સભ્યોમાં પ્રફુલભાઇ બી.ભટ્ટી, પરાગભાઇ જી.શાહ, કિશોરભાઇ જી.ગલાણી, ચેતનભાઇ વી.ખટ્ટર, અશોકભાઇ એસ.ગાંધી, ભરતભાઇ એ.ખુબચંદાણી, વિપુલ કે.કોટક, કેતનભાઇ આર.બદીયાણી, રોનકભાઇ બી.બાથાણી અને જતીનભાઇ પી.મારૂનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ત્રણ સભ્યો કે જે હોદેદાર તરીકે બિનહરીફ ચૂંટાયા છે તેમા રાજેન્દ્રભાઇ કે.શેઠ (પૂર્વ મેયર જામનગર) પ્રમુખ તરીકે, ધીરેનભાઇ એ.ગલૈયા મંત્રી તરીકે તથા એડવોકેટ વિરલ એસ.રાચ્છ ખજાનચી તરીકે ચૂંટાયા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુભાઇ શેઠ 2002થી પ્રમુખ તરીકે સૌ પ્રથમ વખત ચૂંટાયા હતા અને તે પછી આજ સુધી સતત પ્રમુખ તરીકે નિમણૂંક પામી રહ્યા છે. તેઓ 12મી ટર્મ માટે પ્રમુખ ચૂંટાયા છે અને તે પણ દરવખતની માફક બિનહરીફ. અત્યાર સુધીમાં તેમની સામે કોઇએ પ્રમુખ તરીકે ચૂંટણી લડી નથી. જો કે, આ માટે તેમની સૌને સાથે લઇને ચાલવાની કામગીરી કરવાની રીત તેમજ ભાજપના સિનિયર આગેવાન હોવા છતા કલબમાં બિનરાજકીય વાતાવરણ જાળવી રાખવામાં રાખેલી કાળજીને કારણે તેમનું માન સંસ્થાના સભ્યો વિશેષરૂપે જાળવે છે. આગામી દિવસમાં સંસ્થાના સહમંત્રી અને ઉપપ્રમુખ ચૂંટણી હાથ ધરાશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular