Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતઆજે વર્ષનો સૌથી લાંબો દિવસ

આજે વર્ષનો સૌથી લાંબો દિવસ

- Advertisement -

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષવવૃત્ત વર્ષમાં બે વખત એ કબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. બુધવાર તા. 21 મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. 21 મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ 13 કલાક 28 મિનિટ, રાત્રિ 10 કલાક 32 મિનિટ – અમદાવાદમાં દિવસ 13 કલાક 30 મિનિટ, રાત્રિ 10 કલાક 30 મિનિટ – સુરતમા દિવસ 13 કલાક 22 મિનિટ, રાત્રિ 10 કલાક 38 મિનિટ – થરાદમાં દિવસ 13 કલાક 31 મિનિટ, રાત્રિ 11 કલાક 29 મિનિટ – મુંબઈમાં દિવસ 13 કલાક 13 મિનિટ – રાત્રિ 10 ક્લાક 47 મિનિટ સમયગાળામાં રહેશે. તા. ર2 મી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવતે પ્રમાણે ક્રમશ: ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યાદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેક્ધડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.21 મી જુન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular