Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકુદરતી આપત્તિઓ માટે રૂપિયા 8,000 કરોડની ત્રણ યોજના

કુદરતી આપત્તિઓ માટે રૂપિયા 8,000 કરોડની ત્રણ યોજના

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાથી થનારી અસર અને તેનો સામનો કરવા અંગેની તૈયારી અને વધુ વ્યૂહરચના નક્કી કરવા એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તેમણે રૂ. 8,000 કરોડની જંગી રકમને આવરી લેતી ત્રણ યોજનાઓ જાહેર કરી છે. જેમાં તમામ રાજ્યોમાં ફાયર બ્રિગેડની સેવાઓના આધુનિકીકરણ, સાત મોટા શહેરોમાં પૂર સંચાલન અને 17 રાજ્યોમાં ભેખડો ધસી પડવાની ઘટનાને અટકાવવાનો સમાવેશ થાય છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હોનારત સંચાલનના મંત્રીઓની એક મીટિંગને સંબોધતાં શાહે અપીલ કરી હતી કે દેશમાં ક્યાંય પણ કુદરતી હોનારત થાય તો તેમાં કોઇનું મૃત્યુ ન થવું જોઇએ. ‘ફાયર બ્રિગેડ સેવાના આધુનિકરણ અને વિસ્તરણ માટે તમામ રાજ્યોને આશરે રૂ. 500 કરોડની સહાય અપાશે. અમે વિસ્તૃત યોજના તૈયાર કરી છે અને એ તમને મોકલવામાં આવશે.

- Advertisement -

શહેરી વિસ્તારોમાં પૂરના ખતરાને ઘટાડવા માટે સાત મોટા શહેરો-મુંબઇ, ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, હૈદરાબાદ અને પૂણેને રૂ. 2,500 કરોડ આપવામાં આવશે. 17 રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટનાને પહોંચી વળવા માટે આશરે રૂ. 825 કરોડ ફાળવવામાં આવશે.’ શાહે કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએપરમાણુ સ્ટેશનો બાંધવામાં આવી રહ્યા છે તે સાત રાજ્યોની મુલાકાત લીધા છે અને કોઇ સંભવિત હોનારત ન સર્જાય તે માટે આ રાજ્યોને આકરા પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular