જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ પાસે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની ફરજમાં રૂકાવટ કરી ગર્ભિત ધર્મિક આપ્યાના બનાવમાં શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ નજીક સોમવારે સાંજના સમયે ભાયા નારણ કંડોરીયા નામના શખ્સે ફરજ પર રહેલાં હેકો હિતેન્દ્રસિંહ જાડેજા સાથે ફરજમાં રૂકાવટ કરી હિતેન્દ્રસિંહ તથા ફરજ પર રહેલા પોલીસસ્ટાફને ગર્ભિત ધમકી આપી હતી. પોલીસકર્મચારીઓની ફરજમાં રૂકાવટ અને ગર્ભિત ધમકીના બનાવમાં હિતેન્દ્રસિંહની ફરિયાદના આધારે પોલીસે ભાયા કંડોરીયા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.