Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલ્યો બોલો...જથ્થાબંધ ફુગાવો માઇનસમાં આવી ગયો !

લ્યો બોલો…જથ્થાબંધ ફુગાવો માઇનસમાં આવી ગયો !

- Advertisement -

એપ્રિલમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે. વૈશ્ર્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં ઘટાડો થતાં ખાદ્ય વસ્તુઓ, ઇંધણ અને અન્ય વસ્તુઓના ભાવ ઘટતા એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ઘટયો છે.એપ્રિલ, 2023માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને માઇનસ 0.92 ટકા થયો છે. માર્ચ, 2023મમાં જથ્થાબંધ ફુગાવો 1.34 ટકા હતો. એપ્રિલ, 2023માં રીટેલ ફુગાવો 4.70 ટકા નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

જે 18 મહિનાની નીચલી સપાટી છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 11 મહિનાથી જથ્થાબંધ ફુગાવો સતત ઘટી રહ્યો છે. એપ્રિલ, 2023માં નોંધાયેલ માઇનસ 0.92 ટકા જથ્થાબંધ ફુગાવો જૂન, 2020 પછીનો સૌથી નીચો ફુગાવો છે. ઉલ્લેખનિય છે કે જૂન, 2020માં જથ્થાબંધ ફુગાવો માઇનસ 1.81 ટકા રહ્યો છે. એપ્રિલ, 2022માં હાઇ બેઇઝ 15.38 ટકા રહેતા એપ્રિલ, 2023માં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર એપ્રિલમાં બેઝિક મેટલ, ફૂડ પ્રોડક્ટ, મિનરલ ઓઇલ, ટેક્સટાઇલ, નોન ફૂડ ઓર્ટિકલસ કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ, રબર અને પ્લાસ્ટિક પ્રોડક્ટ, પેપર અને પેપર પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 3.54 ટકા રહ્યો છે જે માર્ચમાં 5.38 ટકા રહ્યો હતો. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં કઠોળ, ઘંઉ, ફળો, દૂધ, ઇંડા, માંસ અને માછલીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

એપ્રિલમાં શાકભાજીના ભાવમાં 1.50 ટકા, બટાકાના ભાવમાં 18.66 ટકા, ડુંગળીના ભાવમાં 18.41 ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એપ્રિલમાં રીટેલ અને જથ્થાબંધ બંને ફુગાવામાં ઘટાડો નોંધાતા આરબીઆઇ આગામી બેઠકમાં પણ વ્યાજ દરોમાં વધારો ન કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે આરબીઆઇની મોનિટરી પોલિસીની આગામી બેઠક 6-8 જૂને યોજવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular