Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં પાક નુકસાની સંદર્ભે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી શરૂ

રાજ્યમાં પાક નુકસાની સંદર્ભે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી શરૂ

- Advertisement -

રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં ફેરફારને કારણે માર્ચ-2023 માસમાં કમોસમી વરસાદ ધણા જિલ્લાઓમાં નોંધાયેલ છે તથા ખેડૂતોના પાકને નુકશાનના અહેવાલો મળેલ છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન બાબતે તા.29/03/2023 ના રોજ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રના છેલ્લા દિવસે નિયમ-116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર માનનીય કૃષિ મંત્રીનું ધ્યાન દોરતી સભ્ય જીતેન્દ્ર વાધાણી (વિનેન્દ્રસિંહ ઝાલા, રમણલાલ પાટકર)ની સૂચના દાખલ કરવામાં આવેલ જેમાં, ખેતીના પાકોને થયેલ વ્યાપક નુકશાનથી ખેડૂત આલમમાં વ્યાપેલ નિરાશા દૂર કરવા સરકારે લીધેલાં કે લેવા ધારેલાં પગલા બાબતે વિધાનસભા ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.
વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમ્યાન કૃષિ મંત્રી દ્વારા કમોસમી વરસાદની પરિસ્થિતિ બાબતે વિગતવાર નિવેદન રજૂ કરેલ. જેમાં કમોસમી વરસાદ નોંધાયેલ તથા અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ.જેમાં સ્ટેટ ઇમરજેન્સી ઓપેરશન સેંટર (સ્ટેટ કંટ્રોલ રૂમ) ગાંધીનગર, દ્વારા નોંધાયેલ આંકડા મુજબ તા.04/03/2023 થી તા.09/03/2023 સુધી રાજ્યમાં 27 જિલ્લાના 107 તાલુકામાં નોધાયેલ હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા.14/03/2023 થી તા.24/03/2023 સુધીમાં 31 જિલ્લાના 171 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. બન્ને તબ્ક્કા દરમીયાન કુલ 24 જિલ્લાના 70 તાલુકાઓમાં 10 મી.મી. થી વધુ વરસાદ નોંધાયેલ છે.

- Advertisement -

બન્ને તબક્કાની વરસાદની વ્યાપકતા અને હવામાન ખાતા IMD ની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય મંત્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેકટરઓ સાથે તારીખ:19/03/2023 ના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી વિગતવાર સમીક્ષા કરી અસગ્રસ્ત વિસ્તારમાં સતત મોનીટરીંગ કરવા તેમજ જરૂર જણાય નુકશાનગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરી ધટતા પગલાં લેવા સૂચના આપેલ છે. આ કમોસમી વરસાદ અન્વયે આગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણના લેવાના થતાં પગલાઓ અંગે એગ્રો એડવાઈઝરી દરેક જીલ્લા કક્ષાએથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ બહોળા પ્રચાર પ્રસાર દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે.હાલના તબક્કે રાજયના અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરીયાત ઉભી થતા પાક નુકશાની સંદર્ભે વિગતવાર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. વિગતવાર સર્વેમાં જો નુકશાની ધ્યાને આવે તો રાજ્ય સરકાર જેમ અગાઉ ના વર્ષોમાં ખેડુતોના હિતમાં કરેલ નિર્ણય મુજબ આ કિસ્સામાં પણ સહાય માટેની વિચારણા કરવામાં આવશે તે મુજબ કૃષિ મંત્રી દ્વારા વિધાનસભા ગ્રુહના સભ્યોને જણાવેલ છે.વધુમાં કુદરતી આપત્તિ તથા પાક નુકસાનીની તીવ્રતા અને માત્રા ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ભુતકાળના વર્ષોમાં કુલ 10,000 કરોડથી પણ વધુની સહાય ચુકવેલ જેમાં SDRF નોર્મસ ઉપરાંત રાજય બજેટ માંથી પણ સહાય જાહેર કરવામાં આવેલ હતી. જે બાબતની પણ પાક નુકશાનીમાં તીવ્રતા ધ્યાને લઈ ચાલુ કમોસમી વરસાદ અંતર્ગત વિચારણા હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular