જામનગર શહેરમાં દિગ્જામસર્કલ નવા ઓવરબ્રિજ નીચે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂપિયા 11,750ની રોકડ સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી, જામજોધપુર શહેરમાં પીપળેશ્વર મહાદેવ ના મંદિર ની સામે ખુલ્લામાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 5720 ની રોકડ સહિતનો મુદ્દામાલ ઝડપી ઝડપી લીધો હતો તેમજ જુગાર દરોડા દરમિયાન નાસી ગયેલ ત્રણશખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક નવા બ્રિજ નીચે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હનીફ ઈસ્માઈલ સાટી, મુળજી લાલજી સોલંકી, અરજણ કાળું વઢીયાર, કરણ કાના કોળી તથા હસનેન ઈસમાઈલ બ્લોચ નામના પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 11750 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજો દરોડો જામજોધપુર તાલુકામાં પીપળેશ્વર મહાદેવના મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસએ રેઈડ દરમિયાન મનોજ રાજા મકવાણા, ભુપત ગોવિંદ સરવિયા, સુનિલ ઉર્ફે વિપુલ ઠાકરશી મકવાણા, રવિ ધીરુ ઝિંઝુવાડીયા નામના ચાર શખ્સોને રૂપિયા 5720 ની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગાર દરોડા દરમિયાન નિલેશ રામજી ચૌહાણ, રમેશ વીરજી પરમાર, રાણા રબારીનામના ત્રણ શખ્સો નાસી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કુલ સાત શખસો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી