Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગુજરાત સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડનું સીટી સ્કેનિંગ મશીન ફાળવાયું

ગુજરાત સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડનું સીટી સ્કેનિંગ મશીન ફાળવાયું

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી. ફળદુ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સી.એમ નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેનિંગ મશીન વસાવાની વ્યસ્થા અંગે રજુઆત કરવામાં આવતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સી.એમ નીતિનભાઈ પટેલ એ રજુઆતને સ્વીકારી જામનગરની જનતાના હિત અર્થે અંદાજે રૂ. 8.5 કરોડ ના ખર્ચે 128 સ્લાઈડની અદ્યતન સીટી સ્કેનિંગ મશીનની ત્વરિત ફાળવણી કરી હતી.

ગુજરાત રાજ્ય સરકારની નિર્ણયને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો/પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ સહીત સૌ કોઈ એ આવકારી છે તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular