દ્વારકા એલસીબી એ ભાણવડ તાલુકાના ટીંબડી ગામની સીમમાંથી ૬ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂ. 41800ની રોકડ સહીત કુલ રૂ. 107300ના મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ, દ્વારકા એલસીબીના એ.એસ.આઈ કેશુરભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, હે.કો. જીતુભાઈ હુણને ભાણવડ તાલુકાના ટીંબડી ગામની સીમમાં વાડીશાળાની બાજુમાં રહેતો કિરણ ઉર્ફે કે.ડી.દેવાણંદ ગોજીયા નામનો શખ્સ તેની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની સુચના અને એલ.સી.બીના પી.એસ.આઈ. પી.સી.શીંગરખીયા, પી.એસ.આઈ. એસ.વી.ગળચર તથા બી.એમ.દેવમુરારી ના માર્ગદર્શન હેઠળ પોલીસે રેઇડ દરમ્યાન કિરણ ઉર્ફે કે.ડી.દેવાણંદ ગોજીયા, અરવિંદ પાલા ખાવડું, વિશાલ દિનેશ ગોસ્વામી, ખીમા રામા સાદીયા, કમલેશ રમણીક ગોસ્વામી, સંજય લખુ સાદીયા નામના ૬ શખ્સોને ઝડપી લઇ રૂ.41800ની રોકડ, રૂ. 35500ની કિમતના ૫ નંગ મોબાઈલ ફોન તથા રૂ.30000ની કિમંતના બે ટુ-વ્હીલર સહીત કુલ રૂ. 107300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કામગીરી એ.એસ.આઈ કેશુરભાઇ ભાટીયા, સુનિલ કાંબરીયા, સજુભા જાડેજા, દેવસીભાઈ ગોજીયા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, ધર્મેનદ્રસીહ ચુડાસમા, જયદેવસિહ ભીખુભા, ભરતભાઇ ચાવડા, નરસીભાઇ સોનગરા, હે.કો. જીતુભાઇ હુણ, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, અરજણભાઇ મારૂ, મહેન્દ્રસીહ જાડેજા, પો.કો. ગોવીંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, સચીનભાઇ નકુમ, વિશ્વદીપસીહ જાડેજાદ્વારા કરાઈ હતી.