જામનગર શહેરમાં સોનલનગરમાંથી સીટી-સી ડિવિઝન સર્વેલન્સ સ્કવોર્ડએ 4 શખ્સોને સિકકા ઉછાળી જુગાર રમી પૈસાની હારજીત કરતાં ઝડપી લઇ 18,004ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં સોનલનગર પાછળ રેલવેના પાટા પાસે ચલણી સિકકા ઉછાળી જુગાર રમી પૈસાની હારજીત થતી હોવાની સીટી-સીના પોકો.હિતેન્દ્રસિંહ જાડેજા, ખિમસીભાઇ ડાંગર તથા વિજયભાઇ કાનાણીને મળેલ બાતમીના આધારે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સીના પીઆઇ કે.એલ.ગાધે પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો.ફેજલભાઇ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઇ વજગોળ, પો.કો.ખિમસીભાઇ ડાંગર, વિજયભાઇ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઇ શર્મા દ્વારા બાતમી વાળી જગ્યાએથી રાજુ લખમણભાઇ રાડા, શબ્બીર કરીમભાઇ પિંજારા, આશિષ રામાભાઇ ગળચર, ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળા, રવી ઠાકરશીભાઇ અજાણી, બેચર ગોવિંદભાઇ ધવલ નામના છ શખ્સોને રૂા.18,000ની રોકડ તથા રૂા.4ના બે ચલણી સિકકા સહિત કુલ રૂા.18,004ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.