Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચાર યુવા સહિત 6 વ્યક્તિને કોરોના પોઝિટિવ

જામનગર શહેરમાં ચાર યુવા સહિત 6 વ્યક્તિને કોરોના પોઝિટિવ

એકસાથે 6 દર્દીના કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ : ડેન્ટલ કોલેજ વિસ્તારમાં ચાર યુવાઓને કોરોના પોઝિટિવ : એક વૃઘ્ધા અને એક મહિલા સહિત કુલ 6 વ્યકિત કોરોનાગ્રસ્ત : કુલ કેસની સંખ્યા 31 થઇ : 21 દર્દીઓ હોમ આઇસોલેશન

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી શરૂ થઇ ગયો છે. નવા વેરિએન્ટમાં પણ દેશભરમાં કોરોનાને કારણે મોત નિપજવાની ઘટનાઓ બનતી જાય છે. જ્યારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ચાર યુવાઓ સહિત 6 વ્યક્તિના કોરોના પરિક્ષણ પોઝિટિવ આવ્યા હતાં.

- Advertisement -

વિશ્વભરમાં કોરોનાના આતંકથી ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ લાંબા વિરામ પછી ફરીથી કોરોનાના નવા વાયરસએ વિશ્વભરમાં દેખા દીધી હતી. જેમાં સિંગાપોરમાં કોરોના કેસની શરૂઆત થયા બાદ ધીમે ધીમે વિશ્વભરમાં પગપેસારો કરી રહ્યો છે. વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો હતો. ધીમે ધીમે દેશભરમાં 4 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઇ ગયા છે. સાથે સાથે કોરોનાને કારણે મોત નિપજવાની ઘટનાઓ પણ બની રહી છે. હાલમાં જ અમદાવાદના સગર્ભા સહિતના બે મહિલાઓના મોત નિપજયાની ઘટના બની ગઇ હતી. જ્યારે દેશભરમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચાર વ્યક્તિના મોત નિપજયા છે. ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગરમાં પણ કોરોનાના કેસોની સંખ્યા ક્રમશ: વધી રહી છે. જો કે, સારી બાબત એ છે કે, આ વખતે કોરોનામાં મહદ્અંશે દર્દીને હોમ ક્વોરોન્ટાઇન રાખવામાં આવે છે.

ગુજરાતના મોટા શહેરોની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના નવા વેરીએન્ટે પગપેસારો કરી દીધો છે. અને ધીમેધીમે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના પોઝિટિવમાં 6 દર્દી નવા ઉમેરાયા છે. જેથી જામનગરમાં કુલ 31 કેસ થઇ ગયા છે અને 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 21 દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા 6 કોરોના પોઝિટિવ કેસમાં ડેન્ટલ કોલેજમાં 24 વર્ષ અને 22 વર્ષની યુવતી તથા 21 અને 22 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે દિગ્વિજય પ્લોટમાં 79 વર્ષના વૃઘ્ધા તથા ગ્રિનસિટી પાસે 33 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, જામનગરમાં પણ એકસાથે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular