બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂનો કહેર જોવા મળ્યો છે. છપરામાં ઝેરી દારૂના કારણે 5 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકોની હાલત હજુ પણ ખરાબ છે જેમની સારવાર ચાલી રહી છે. છપરા સદર હોસ્પિટલમાં દાખલ અમિત રંજન નામના વ્યક્તિનું વહેલી સવારે મૃત્યુ થયું હતું.
બિમાર લોકોને મશરક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે પણ છપરા સદર હોસ્પિટલથી એક ટીમ ગામમાં મોકલી છે જેમાં નિષ્ણાત તબીબોની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ સામેલ છે.