શક્તિની ભક્તિ માટે ઉજવાતા દુનિયાના સૌથી લાંબા નૃત્યપર્વ નવરાત્રિ સાથે પરંપરાગત રીતે લ્હાણી ભેટ આપવાની પ્રથા સંકળાયેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર અને જુનાગઢ જિલ્લાની 5,500 બાળાઓને ‘કુમારિકા પૂજન’ તરીકે આ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કૃતિક યોગદાન આપવામાં આવ્યું હતું.
જેમાં ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ એક દાયકા કરતાં વધુ સમયથી પ્રતિવર્ષ રિલાયન્સ, ગામડાના નવરાત્રિ ઉત્સવોમાં લહાણીનું યોગદાન આપીને ભાગ લે છે. ચાલુ વર્ષે જામનગર અને જુનાગઢ જિલ્લાના ત્રણ તાલુકાના 34 ગામોના 88 ગરબી મંડળની 5500 થી વધુ ક્ધયાઓને રિલાયન્સના પ્રતિનિધીઓ દ્વારા રૂબરૂ જઈને આ લ્હાણીનું વિતરણ કરીને સતત અગિયારમા વર્ષે આ પરંપરા ચાલુ રાખવામાં આવી હતી.
આ પહેલ નવરાત્રિ ઉત્સવ અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની ભાવનાની ઉજાગર કરે છે અને સમાજમાં મહિલાઓની આગામી પેઢીના સંવર્ધન અને સશક્તિકરણના મહત્વને પણ મજબૂત બનાવે છે.