જામનગરમાં મોટી હવેલી ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજીના 548મા પ્રાકટય મહોત્સવ નિમિત્તે સપ્ત દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્પર્ધાઓ, ત્રિ-દિવસીય પુષ્ટિ જ્ઞાનસત્ર, મંગલા આરતી, પ્રભાત ફેરી, રાજભોગ આરતીમાં તિલકના દર્શન, શોભાયાત્રા, ધર્મસભા સહિતના આયોજનો કરાયા છે.

જામગનરમાં વૈષ્ણવ સમાજ, વૈશ્ર્વાનર યુવા સંગઠન, શ્રીમદ અનિરૂધ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલય. શ્રીમદ્ અનિરૂધ્ધ પુષ્ટિમાર્ગીય મહિલા પાઠશાળા, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ જામનગર શાખા તથા જામનગર વૈષ્ણવ મંડાણના સંયુકત ઉપક્રમે તા.19 એપ્રિલથી તા.25 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો શ્રી વલ્લભ ચોક, મોટી હવેલીમાં યોજવામાં આવ્યા છે. જેમાં તા.19 ના વકતૃત્વ સ્પર્ધા, તા.20 ના પંચપધાનિ ગ્રંથ વિષય પર સ્ત્રોત પઠન સ્પર્ધા, અંતાક્ષરી સ્પર્ધા યોજાશે. મોટી હવેલી જામનગરમાં બિરાજમાન ગિરીરાજજીનો મંગલ પાટોત્સવ હોવાથી તા.20 ના સાંજે 05:30 વાગ્યે મંદિરની પરિક્રમા કરવામાં આવશે. તા.21, 22 અને તા.23 ના રાત્રે 09:30 થી 11 વાગ્યા દરમિયાન ત્રિ-દિવસીય પુષ્ટિ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી વલ્લભના અલૌકિક સિધ્ધાંતોનું રસપાન કરાવશે. શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો 548 માં પ્રાકટયોત્સવ નિમિત્તે તા.24 ના સવારે 06 કલાકે મંગાલ આરતી, સવારે 7 કલાકે પ્રભાત ફેરી વાહનો સાથે નિકળશે. બપોરે 12 વાગ્યા આસપાસ રાજભોગ આરતીમાં તિલક દર્શન, સાંજે 06 કલાકે શોભાયાત્રા યોજાશે. તા.25 ના સાંજે 6 વાગ્યેથી ધર્મસભા યોજાશે.