Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 5000 દિપ પ્રજ્જવલિત કરી જયશ્રી રામની 150 ફૂટની પ્રતિકૃતિ

જામનગરમાં 5000 દિપ પ્રજ્જવલિત કરી જયશ્રી રામની 150 ફૂટની પ્રતિકૃતિ

- Advertisement -

ગઇકાલની તારીખ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામ પોતાના મંદિરમાં પુન: પ્રવેશ કર્યો છે. ત્યારે આ અવસરને સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં પણ 5000 દિપ પ્રજવલ્લિત કરીને જયશ્રીરામની 150 ફૂટની પ્રતિકૃતિ બનાવાઇ હતી.દશનામ ગોસ્વામી સમાજ શિવવંશી પરિવાર તથા કુબેર ભંડારી મહાદેવ મંદિર જામનગર અને દુ:ખ ભંજન મહાદેવ મંદિર જામનગરના પૂજારી પરિવાર દ્વારા હિન્દુ સનાતન ધર્મના ભગવાન શ્રીરામ અયોધ્યા નગરીમાં પધારી રહ્યા છે. તો ભગવાન શ્રીરામના પધરામણીના અવસર નિમિત્તે જામનગર ખાતે દુ:ખભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં 5000 દિપ પ્રજવલ્લિત કરીને વિશાળ જયશ્રીરામની 150 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામની મહાઆરતી પણ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular