Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય2024ની મકર સંક્રાંતે નિજગૃહમાં બિરાજશે રામલલ્લા

2024ની મકર સંક્રાંતે નિજગૃહમાં બિરાજશે રામલલ્લા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું 50 ટકા કાર્ય પૂર્ણ

- Advertisement -

હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક રામ મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનના પંચખંડ પીઠ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગયું છે.

- Advertisement -

અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.5ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સી એમ યોગી પાવનધામ પંચખંડ પીઠ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંત સમાજના વખાણ કરતા રામ મંદિરનો ઉલ્લેખ કર્યો અને નિર્માણ કાર્ય વિ શે જણાવ્યું.

કાર્યક્રમને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ કહ્યું, ‘મહાત્મા રામચંદ્રવીરજી મહારાજ અને સ્વામી આચાર્ય ધર્મેન્દ્ર મહરાજ એવા હતા જેમણે દેશ માટે નિ:સ્વાર્થપણે યોગદાન આપ્યું હતું. ‘પીઠ’ એ દેશના કલ્યાણ માટે સંતોના નેતળત્વમાં વિવિધ અભિયાનો પણ ચલાવ્યા હતા. જાહેર ભાગીદારી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા સ્વામી સોમેન્દ્ર શર્માના આદિત્યનાથે કહ્યું કે આચાર્ય ધર્મેન્દ્રનો ગોરક્ષપીઠ સાથે ત્રણ પેઢીઓથી ઊંડો સંબંધ રહ્યો છે.

- Advertisement -

‘સંત સમાગમ’ને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘ભારતનો સનાતન ધર્મ આપણી ‘ગૌ માતા’ની સુરક્ષા ને ખૂબ મહત્વ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘રામ મંદિરના સ્વપ્નને સાકાર કરવા માટે સમર્પિત પ્રયાસો કરવામાં આવ્યા હતા જેના માટે 1949માં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરિણામે, આજે રામ મંદિર જે આચાર્યજીનું પણ સ્વપ્ન હતું, તે પૂર્ણ થવાના આરે છે. પરંતુ 50 ટકા થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. સીએમ યોગી એ કહ્યું કે આચાર્યજી ખુલ્લેઆમ અને તર્કસંગત રીતે પોતાના વિચારો વ્યક્ત કરતા હતા.

જાન્યુઆરી 2024ની મકરસંક્રાંતિના દિવસે ભગવાન રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. રામલલાનું મંદિર 20 મી ટર લાંબુ અને 20 મીટર પહોળું હશે. આ મંદિર વિશાળ પ્લોટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવી રહ્યું છે. મંદિરના પાયાને સરયુના પ્રવાહથી બચાવવા માટે રિટેનિંગ વોલ બનાવવામાં આવી રહી છે. ભરતપુરના ગુલાબી પથ્થરોથી રામ મંદિરનું નિર્માણ થશે. તે આછા ગુલાબી રંગનો સેંડસ્ટોન છે. આખું મંદિર આ પથ્થરોથી બનેલું હશે અને તેની કુલ ઊંચાઈ 161 ફૂટ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular