લેઉવા પટેલ સહિત સર્વ સમાજનાં આસ્થાનાં સ્થળ તથા જાણીતા ધર્મસ્થાનોમાં સ્થાન પામી ચુકેલા કાગવડ ખોડલધામ ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠાનાં સાતમા વર્ષમાં પ્રવેશનાં મંગલ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહીતનાં રાજકીય-સામાજીક મહાનુભાવોની હાજરીમાં જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા અને ર્માં ખોડલના દર્શન આરતીનો લાભ લીધો હતો. રાજકોટ જીલ્લાનાં કાગવડ ખાતે નિર્માણ પામેલા ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠાને છ વર્ષ પૂર્ણ થયા છે. આજે સાતમા વર્ષમાં પ્રવેશને અનુસંધાને ભવ્ય ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત અર્ધોઅર્ધ કેબીનેટ પ્રધાનો તથા બે ડઝન જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં ભારતભરમાં ખોડલધામના ક્ધવીનરો-સહ ક્ધવીનરો મહિલા સમિતિના હોદેદારોની સભા-બેઠક રાખવામાં આવી હતી. ખોડલધામ ધાર્મિક સ્થાન તો છે જ સાથોસાથ સામાજીક-કૃષિ વિજ્ઞાન સહીતના ક્ષેત્રે સમાજ પ્રત્યેની જવાબદારીનું સ્થાન બનાવવા માટે નવા પ્રોજેકટોનું આહવાન કરવામાં આવ્યું હતું આ સિવાય ક્ધવીનરો દ્વારા હવન-યજ્ઞ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રધાનો-ધારાસભ્યો-મહાનુભાવોની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીનાં હસ્તે મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. મહિલા મંડળ દ્વારા ગણેશ સ્તુતી કરવામાં આવી હતી.આ તકે ચાર મીનીટની ખોડલધામની ડોકયુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ખોડલધામમાં ચેરમેન નરેશ પટેલનાં હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હાર તથા ખેસ પહેરાવી અને માતાજીની છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદ માલાણી તથા ભોવાનભાઈ રંગાણી તથા મહિલા સમિતિએ પણ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું.
ખોડલધામનાં આ જાજરમાન મહોત્સવમાં કેબીનેટ પ્રધાનો રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, ઉપરાંત સાંસદ રમેશ ધડુકનું પણ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા. રાજયના પુર્વ મુખ્યમંત્રી તથા ઉતર પ્રદેશનાં રાજયપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ઉપરાંત નિરમા ગ્રુપના કરશન પટેલ, બીપીન પટેલ, કાળૂભાઈ ઝાલાવાડીયા વગેરે પણ હાજર હતા. તેઓનુ ખોડલધામના ટ્રસ્ટીઓએ સન્માન કર્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠાનાં સાતમા વર્ષમાં પ્રવેશનાં અવસરે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. ધારાસભ્ય જયેશ રાદડીયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા, સહીત મોટી સંખ્યામાં રાજકીય-સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા. લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામના ટ્રસ્ટીઓમાં નવા 44નો ઉમેરો થયો છે તેમાં પુર્વ મુખ્યમંત્રી તથા ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનો સમાવેશ થાય છે. આજે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠાના સાતમા વર્ષના મંગલ અવસરે આ જાહેરાત કરવામાં આવી છે
ખોડલધામ ટ્રસ્ટમાં જે નવા ટ્રસ્ટીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં જગદીશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા), ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ગ્રુપ), દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેકનોકાસ્ટ), વી.પી.વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ), ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેકસ), વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ), સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ), મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ), રમેશભાઈ પાંભર (ટેકલાઈન ઈન્ડસ્ટ્રીઝ), વિનુભાઈ સરધારા (મારૂતી ગ્રુપ), કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ), ચંદુભાઈ પરસાણા (દિનેશભાઈ પરસાણા), અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો), પરસોત્તમભાઈ નારાણભાઈ ગેવરીયા, નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ, દિનેશભાઈ બટુકભાઈ સિયાણી, ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા, રમેશભાઈ મેસીયા, અનારબેન પટેલ, મૃગેશભાઈ ઝાલાવડીયા, બીપીનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા, નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા, દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણીયા, સુસ્મિતભાઈ રોકડ, ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા, નૈમિષભાઈ રમેશભાઈ ધડુક, રસીકભાઈ મારકણા, રમેશભાઈ કાથરોટીયા, મનીષભાઈ મુંગલપરા, દેવચંદભાઈ કપુપરા, મનસુખભાઈ ઉંઘાડ, રસીકભાઈ ઝાલાવડીયા, મનસુખભાઈ નારણભાઈ રાદડીયા, હિંમતભાઈ બાબુભાઈ શેલડીયા, ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા, ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ, પંકજભાઈ નાથાભાઈ ભુવા, કિશોરભાઈ સાવલીયા, નાથાભાઈ મુંગરા, નેહલભાઈ પટેલ, જીતુભાઈ તંતી, પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ, કલ્પેશ તંતીનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં જીતુભાઇ વાઘાણી, જયેશભાઇ રાદડીયા, કૌશિકભાઇ વેકરીયા, કિશોરભાઇ કાનાણી, મહેશભાઇ કશવાલા, પ્રવીણભાઇ ઘોઘારી, રમેશભાઇ ટીલાળા, કંચનબેન રાદડીયા, જે.વી.કાકડીયા, જનકભાઇ તળાવીયા, દિવ્યેશભાઇ અકબરી, કિરીટભાઇ પટેલ, ભુપતભાઇ ભાયાણી, સુધીરભાઇ વાઘાણી ઉપસ્થિત રહયા હતા.