અમેરિકી સેનામાં સામેલ યુધ્ધ હેલિકોપ્ટર ચિનુકના એન્જીનમાં આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લઇ અમેરિકી સેનાએ તેના 400 ચિનુક હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ (સ્થતિગ) કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી સેના અધિકારીના જણાવ્યા અનુસાર 70થી વધુ હેલિકોપ્ટરના એન્જીનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે તપાસ અને ચકાસણી કર્યા બાદ જ ચિનુકના ઓપરેશન અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.
દરમ્યાન ભારતીય સેના પાસે પણ 15 ચિનુક હેલિકોપ્ટર છે. અમેરિકાએ ચિનુકની ઉડાનને સ્થગિત કર્યા બાદ ભારતીય વાયુ સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર ભારતમાં તમામ ચિનુક હેલિકોપ્ટર યોગ્ય રીતે કાર્ય કરી રહયા હોય તમામ ઓપરેશનલ છે. ભારતીય સેનામા સામેલ 15 સીએચ-47 ચિનુક હેલિકોપ્ટર છેલ્લા કેટલાક વર્ષોથી લદાખ અને સીયાચિન ગ્લેશિયર જેવા સંવેદનશીલ સ્થાનો પર તહેનાત કરવામાં આવ્યા છે. એર લિફટ ઓપરેશન તેમજ ભારીભરખમ યુધ્ધ સામગ્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે પણ ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.