Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતરાજયના 40 હજાર વકીલોએ બાર કાઉન્સિલને ડેકલેરેશન આપ્યું નથી

રાજયના 40 હજાર વકીલોએ બાર કાઉન્સિલને ડેકલેરેશન આપ્યું નથી

એક્ઝીક્યુટીવ કમિટીએ 90 દિવસમાં જ ફોર્મ ભરી અથવા ડેક્લેરેશન રજૂ કરવા તાકીદ કરી

- Advertisement -

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી વર્ષ 2015મા Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015 બનાવવામા આવેલા નવા રૂલ્સ 2015 અનુસાર જુદા જુદા સમયે સનદ પ્રાપ્ત કરનાર વકીલોએ ફોર્મ ભરવાનું અથવા ડેકલેરેશન બાર કાઉન્સિલમાં મોકલાવવાનું હોય છે. જો કે, બાર કાઉન્સિલમાં નોંધાયેલા 40 હજારથી વધુ વકીલોએ ફોર્મ ભર્યા નથી કે ડેક્લેરેશન પણ આપ્યા નથી. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એક્ઝીક્યુટીવ કમિટીએ 90 દિવસમાં ફોર્મ ભરી અથવા ડેક્લેશેર રજૂ કરવા તાકીદ કરી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન સી.કે.પટેલ, સભ્યો અનિલ કેલ્લા તથા કિશોરકુમાર આર.ત્રિવેદીએ એક બેઠક બોલાવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી વર્ષ 2015માં નવા બનાવેલા રૂલ્સ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા કોઇપણ ધારાશાસ્ત્રી ખરેખર પ્રેકટીસમા છે કે નહિ અને તેઓએ પ્રાપ્ત કરેલા અભ્યાસની ડીગ્રીની ચકાસણી કરવા માટે આ નિયમ બનાવવામા આવ્યો છે. ઉપરાંત નવા રૂલ્સ 2015નું પાલન કરનાર વકીલને જ સ્ટેટ બાર કાઉન્સિલ ત2ફથી મળતા હક્કો અને અધિકારો મેળવવા પાત્ર રહેશે તેમ ઠરાવવામા આવ્યુ છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 1975 કે પહેલા નોંધાયેલા વકીલોને માત્ર નવા રૂલ્સ મુજબ ફક્ત ફોર્મ ભરવાનો નિયમ બનાવવામા આવ્યો હતો.

- Advertisement -

જયારે વર્ષ 1976 થી 2010 સુધી જેમણે સનદ લીધી હોય તેવા વકીલોએ નવા રૂલ્સ મુજબ ફોર્મ સાથે ધોરણ-10 થી માંડીને લો યુનિર્વસીટીની તમામ માર્કશીટસ તેમજ 5 વકીલાતનામા સાથે જોડવા માટે ફરજીયાતપણે બનાવવામાં આવેલ છે. તેમજ 2010 પછી જે વકીલોએ ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરેલી હોય તેવા ધારાશાસ્ત્રીઓએ માત્ર ફોર્મ સાથે માર્કશીટસ જ રજુ કરવાનું નવા રૂલ્સ મુજબ ક2જીયાત કરવામા આવ્યુ છે, પરંતુ વર્તમાન સમયમા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાન પર આવ્યુ છે કે હાલમા સ્ટેટ બાર કાઉન્સિલના રોલ પર 113719 વકીલો નોંધાયેલા છે. તેમાંથી 40 હજારથી વધુ વકીલોએ નવા રૂલ્સ 2015 મુજબ ફોર્મ ભર્યા નથી અથવા ડેક્લેરેશન બાર કાઉન્સિલમાં રજૂ કર્યા નથી. જેથી આવા વકીલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રેકર્ડ 52 હોવા છતાં પણ પોતાના તમામ હકકોથી વંચિત રહે તેમ છે. જેથી એકઝીક્યુટીવ કમિટીમા સર્વાનુમતે તાકીદે ઠરાવ કરાયો છે કે જે નવા રૂલ્સ 2015નુ ફોર્મ ભર્યુ ન હોય અથવા ડેક્લેરેશન આપ્યું ન હોય તેઓએ દિન-90મા સંપુર્ણ વિગતો સાથે કોર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે નિયમ અનુસાર ફી સહિત ડોક્યુમેન્ટ મોકલી આપવાના રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular