Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરભૂકંપના આંચકાથી ધ્રુજી સૌરાષ્ટ્રની ધરા, જામનગરમાં અનુભવાયો 4.3ની તીવ્રતાનો આંચકો

ભૂકંપના આંચકાથી ધ્રુજી સૌરાષ્ટ્રની ધરા, જામનગરમાં અનુભવાયો 4.3ની તીવ્રતાનો આંચકો

- Advertisement -

આજે સાંજના સમયે જામનગર સાહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જામનગરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર જામનગરથી 14 કિમી દુર સાઉથ વેસ્ટમાં બેડ ગામ નજીક નોંધાયુ છે. સાંજે 7.13 મીનીટે જામનગર સહીત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી હતી. જામનગર જિલ્લાના દરેક તાલુકામાં ભુંકપના આંચકો અનુભવાયો હતો. જોકે, સદનસીબે કોઇ જાનહાની કે નુકશાની થઇ ન હોવાનું કલેકટર તંત્ર દ્વારા જણાવાયું હતું.

- Advertisement -


ગુજરાતમાં વર્ષ 2001માં 26 જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા સૌથી વધુ હતી. અને સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ નુકશાન થયું હતું. જામનગર જીલ્લામાં અવાર-નવાર અને ખાસ કરીને ચોમાસાની સીઝન પછી હળવાથી ભારે ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે રોજ જામનગરમાં આવેલા આંચકાના પરિણામે લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular