Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં 3,68,032 લોકોએ પ્રિકોઝન ડોઝ લેવાનો બાકી

શહેરમાં 3,68,032 લોકોએ પ્રિકોઝન ડોઝ લેવાનો બાકી

- Advertisement -

જામનગર શહેરમાં હજૂ પણ 3,68,032 લોકો પ્રિકોઝન ડોઝ લેવામાં બાકી છે. ત્યારે 18 વર્ષથી વધુ વય જૂથના લોકોને નજીકના આરોગ્ય કેન્દ્ર પર કોવિડ વેક્સિનેશન ડોઝ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં 18 વર્ષથી વધુ વય જૂથના લાભાર્થીને પ્રિકોઝન ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં 5,31,477 ફર્સ્ટ ડોઝ, 5,24,280 સેક્ધડ ડોઝ તથા 1,21,813 જેટલા પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં ચીન-જાપાન, બ્રાઝિલ જેવા દેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે. ત્યારે જામનગર શહેરમાં 3,68,032 લોકોના પ્રિકોઝન ડોઝ ડ્યૂ થયા છે. આથી શહેરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઇ વ્હેલી તકે પ્રિકોઝન ડોઝ લેવા જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular