Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરમાં 331 ગેરકાયદે ધાર્મિક દબાણ

જામનગર મહાનગરમાં 331 ગેરકાયદે ધાર્મિક દબાણ

હાઇકોર્ટે 16 વર્ષ પહેલાં કરેલાં હુકમનો સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, આવતીકાલે સુનાવણી

- Advertisement -

ગુજરાતમાં જાહેર માર્ગો પરથી અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવી દેવાના આદેશના 16 વર્ષ બાદ ગુજરાત સરકારે અનઅધિકૃત દબાણો તથા સરકારે કરેલી કામગીરીનો જવાબ માંગ્યો જ છે ત્યારે મહાનગરો પૈકી સૌથી વધુ ધાર્મિક દબાણો રાજકોટમાં હોવાનું આંકડાકીય રીપોર્ટ પરથી સુચવાય છે. જયારે જામનગર મહાનગરમાં 331 ધાર્મિક દબાણો હોવાનું સામે આવ્યું હતું. જાહેર માર્ગો પર અડચણ સર્જતા અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો ત્યારે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કામચલાઉ મનાઈ હુકમ આપ્યા બાદ તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આવરી લઇને ગેરકાયદે ધાર્મિક દબાણો દુર કરવા વખતોવખત આદેશ કર્યો હોવાનું આ કેસના એમીયસ ક્યુરી એડવોકેટ પિતાંબર અમીચંદાણીએ જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે આ પછી કેસ સંબંધિત હાઈકોર્ટને પરત કર્યા હતા. અને સરકારની કામગીરી મોનીટર કરવા તથા સુચના આપવાની તાકિદ કરી હતી. કોરોના કાળ પૂર્વે આ કેસ સુનાવણીમાં આવ્યો ત્યારે રાજ્ય સરકારે રીપોર્ટ સોંપ્યો હતો. ત્રણ વર્ષ બાદ ફરી કેસ સુનાવણીમાં આવતા જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીએ વર્તમાન સ્ટેટસ રીપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારે જવાબ આપવા એક સપ્તાહનો સમય માંગ્યો હતો. ત્યારે અદાલતે એવી ટકોર કરી હતી કે ચાર વર્ષનો સમય તો મળ્યો જ હતો. હવે સુનાવણી ગુરુવારે આવતીકાલે થશે.

- Advertisement -

હાઈકોર્ટમાં સરકારે અગાઉ પેશ કરેલા રીપોર્ટ મુજબ રાજ્યના આઠ કોર્પોરેશન વિસ્તારમાં 5264 અનઅધિકૃત ધાર્મિક બાંધકામ હોવાનું દર્શાવ્યું હતું તેમાં સૌથી વધુ 2110 રાજકોટમાં હોવાનું જાહેર કર્યું હતું. 31 માર્ચ 2017નો આ રીપોર્ટ છે. જીલ્લાઓમાં 14505 ગેરકાયદે ધાર્મિક બાંધકામો હોવાનું જણાવાયું હતું. જુલાઈ 2019માં આ સંખ્યા 14330 દર્શાવવામાં આવી હતી. સરકારના રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ 3264 ગેરકાયદે ધાર્મિક દબાણો ભાવનગર જીલ્લામાં છે. ડાંગમાં આ સંખ્યા 19ની છે. અરવલ્લીમાં 7, ગીર સોમનાથમાં 3, જુનાગઢમાં 2 છે. ગાંદીનગર કોર્પોરેશન તથા છોટા ઉદેપુર જીલ્લામાં આવા એકપણ ગેરકાયદે ધાર્મિક દબાણ નથી.

રાજયના 8 મહાનગરોમાં સરકારી રિપોર્ટ મુજબના દબાણો

- Advertisement -
રાજકોટ 2110
અમદાવાદ 1601
સુરત 429
વડોદરા 393
ભાવનગર 39
જામનગર 33
જુનાગઢ 07
ગાંધીનગર 00

 

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular