Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયગ્લેશિયર્સમાં દબાયેલા 33 ખતરનાક વાયરસ મળ્યાં

ગ્લેશિયર્સમાં દબાયેલા 33 ખતરનાક વાયરસ મળ્યાં

- Advertisement -

વિજ્ઞાનીઓને તિબેટના ગ્લેશિયર્સમાંથી લેવામાં આવેલા બે બરફના નમૂનાઓમાં 15,000 વર્ષ જૂના 33 વાયરસ મળ્યા છે. જેમાંથી જેમાંથી 28 આપણા માટે સંપૂર્ણપણે નવા છે. એટલે કે આ વિષે આપણી પાસે કોઈ જ માહિતી નથી. આમાંના મોટા ભાગના વાયરસ બચી શકે છે કારણ કે તે બરફમાં થીજી ગયા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શોધ વાયરસના અભ્યાસમાં ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. જે બરફમાં આ વાયરસ જોવા મળ્યો હતો તે વેસ્ટ કુનલુન શાનની ગુલિયા આઇસ કેપમાંથી લેવામાં આવ્યો હતો, જે ચીનના તિબેટીયન પ્લેટમાં છે. આઈપીસીસી અનુસાર, આ ઉચ્ચપ્રદેશે 1970 થી આબોહવા સંકટને કારણે લગભગ ચોથા ભાગનો બરફ ગુમાવ્યો છે.આ પ્રાચીન વાઈરસની શોધ વિજ્ઞાનીઓને એ સમજવામાં મદદ કરી શકે છે કે બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓમાં આ વાયરસ ઘણી સદીઓથી કેવી રીતે વિકસિત થયા છે. એટલું જ નહીં, આ સંશોધનમાં વિજ્ઞાનીઓએ બરફમાં રહેલા સુક્ષ્મજીવો, વાયરસ અને બેક્ટેરિયાને દૂષિત કર્યા વિના અભ્યાસ કરવાની એક નવી અલ્ટ્રા ક્લીન પદ્ધતિ પણ વિકસાવી છે.આ અભ્યાસના મુખ્ય સંશોધક અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ઝી-પિંગ ઝોંગે જણાવ્યું કે આ ગ્લેશિયર્સ ધીમે-ધીમે રચાયા હતા, જેના કારણે ધૂળ અને વાયુઓની સાથે-સાથે ઘણા પ્રકારના વાયરસ પણ તે બરફમાં દર વર્ષે એકઠા થયા હતા. તેમના મતે, પશ્ચિમ ચીનમાં હિમનદીઓનો સારી રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેમનો ઉદ્દેશ્ય પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં રહેલા પર્યાવરણ અને આબોહવાને દરેકની સમક્ષ લાવવાનો છે. આ સૂક્ષ્મ જીવો અને વાયરસ પણ એક જ પર્યાવરણનો ભાગ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular