Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતડુંગળી-બટાટા માટે 310 કરોડનું સહાય પેકેજ

ડુંગળી-બટાટા માટે 310 કરોડનું સહાય પેકેજ

- Advertisement -

માર્કેટ યાર્ડમાં ડુંગળી પાણીના ભાવે વેચાતી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રાહતના સમાચાર આવ્યા છે. સરકારે રાજ્યમાં ડુંગળી પકવતાં ખેડૂતોને રાહત આપવા માટે 70 કરોડ જ્યારે બટાટા પકવતાં ખેડૂતો માટે 20 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરી છે. જે મુજબ લાલ ડુંગળી કિલોએ બે રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં કટ્ટા દીઠ 100 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ખેડૂતોને વધુમાં વધુ 500 કટ્ટાની મર્યાદામાં સહાય ચૂકવાશે. આ ઉપરાંત બટાટા માટે ત્રણ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કુલ 240 કરોડની જાહેરાત ઉત્પાદન કરતાં ખેડૂત માટે 200 કરોડ રૂપિયા તથા એપીએમસીમાં વેચાણ કરતાં ખેડૂતો માટે 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બટાટાની બહાર નિકાસ કરવા માટે 20 કરોડની સહાય કરવામાં આવશે. જે મુજબ બટાટામાં કટ્ટાદીઠ રૂા. 50ની સહાય સાથે એક ખેડૂતને મહત્તમ 600 કટ્ટા સુધીની સહાય મળશે. ઉપરાંત બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકનાર ખેડૂતને રૂા. 1ની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં ડુંગળી પકવતાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના મશ્કરીરૂપ ભાવ મળતાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ પોતાની ડુંગળીનો જથ્થો માર્ગ પર ફેકી દીધો હતો. તેમજ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના આક્રોશ અને માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ડુંગળી-બટાટા પકવતાં ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular