Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરબીજા તબક્કાની ચૂંટણીમાં જામનગર જિલ્લાના 300 હોમગાર્ડઝ જવાનો બનાસકાંઠા રવાના

બીજા તબક્કાની ચૂંટણીમાં જામનગર જિલ્લાના 300 હોમગાર્ડઝ જવાનો બનાસકાંઠા રવાના

- Advertisement -

ગુજરાત 2022 વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકામાં 89 બેઠકો પરની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. હવે 5 ડિસેમ્બર સોમવારે બીજા તબકકાની 93 બેઠકો માટે યોજાનારા મતદાન માટે જામનગર જિલ્લાના હોમગાર્ડના 300 જવાનોને ફરજ માટે બનાસકાંઠા મોકલવામાં આવ્યા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાત રાજ્યમાં 2022 વિધાનસભાની 182 બેઠકો પરની ચૂંટણીમાં પ્રથમ તબકકાની 89 બેઠકોનું મતદાન 1 ડિસેમ્બરના રોજ શાંતિપૂર્ણ સંપન્ન થયું છે જ્યારે હવે બીજા તબકકામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બર સોમવારના રોજ મતદાન થનાર છે. આ મતદાનમાં ફરજ બજાવવા માટે જામનગર જિલ્લાના 300 જવાનોને બનાસકાંઠામાં બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા હોમગાર્ડઝના 818 જવાનોએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં સફળતા પૂર્વક ફરજ બજાવ્યા બાદ હાલ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીની સીધી દેખરેખ હેઠળ જિલ્લાના જામનગર સિટી, ધ્રોલ, કાલાવડ, જામ વંથલી, જામ જોધપુર, ગોપ, લાલપુર વિ. યુનિટના 300 હોમગાર્ડઝ જવાનો બનાસકાંઠા ખાતે બીજા તબક્કાની ચૂંટણીમાં ફરજ બજાવવા ગઈમોડી રાત્રે રવાના થયેલ છે. આ જવાનોના કોન્ટીજન્ટ ઇન્ચાર્જ તરીકે અધિકારી રાજુભાઈ પાણખાણીયા, હિતેશ જેઠવા, યજ્ઞેશ વ્યાસ વિ. જઇ રહ્યા છે.

- Advertisement -

300 જવાનોની સાથે કમલેશ ગઢીયા, જયેશ રાણા, રાજુ ઓઝા, હિમાંશુ પુરોહિત, રામભાઈ મેવાડા, જાવીયા ભાઈ, જોશી ભાઈ, વાછાનિભાઈ, પદુભા ગોહિલ, પરમારભાઈ વિ. અધિકારીઓ સતત સાથે રહેશે. જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી તથા લીગલ ગિરીશ સરવૈયા એ તમામ જવાનોને શુભેચ્છા આપી બનાસકાંઠા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular