Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં 30 હજાર બાળા-બટુકોએ મહાપ્રસાદ લીધો

Video : જામનગરમાં 30 હજાર બાળા-બટુકોએ મહાપ્રસાદ લીધો

હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળ દ્વારા આયોજન : સાધુ-સંતો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

હર્ષિદા ગરબા મંડળ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે રવિવારે જામનગર શહેર જિલ્લાની 30 હજાર જેટલી બાળાઓ તથા બટુકો માટે સમુહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થાનોના સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

વર્ષ 1975માં જામનગરમાં હર્ષિદા માતાજી ચેરી. ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળની સ્થાપના કરાયા બાદ પ્રથમ વર્ષે 11 કુમારીકાઓનો મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ આ કાર્યક્રમ 48 વર્ષથી ચાલી રહ્યો છે. જેમાં આ વર્ષે સંસ્થાના પ્રમુખ રાજુભાઇ જોશીની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા ગઇકાલે રવિવારે વિશાશ્રી માળી સોની સમાજની વાડી, ખંભાળિયાનાકા બહાર જામનગર ખાતે 30 હજારબાળાઓ તથા બટુકોનો મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. આ મહાપ્રસાદ કાર્યક્રમના પ્રારંભે પંચદશનામ જુના અખાડા ભવનાથ તળેટી જુનાગઢથી પધારેલ થાનાપતિ મહંત બુધ્ધગીરી બાપુના હસ્તે બાળાઓને મહાપ્રસાદ પીરસી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. તેમજ પંચ ખોડિયાર માતાજી મંદિરના મહંત ત્રબંકનાથબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, પૂર્વ કોર્પોરેટર નટુભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular