Thursday, September 19, 2024
Homeરાજ્ય3 સ્ટેટ હાઈવે અને પંચાયતના 12 રસ્તાઓ બંધ

3 સ્ટેટ હાઈવે અને પંચાયતના 12 રસ્તાઓ બંધ

 નીચાણવાળા વિસ્તારમાં અવરજવર નહીં કરવા જિલ્લા કલેકટર મુકેશ પંડયાની અપીલ : ખંભાળિયા તથા દ્વારકા તાલુકામાં વધુ ચાર-ચાર ઈંચ વરસાદ

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદના પગલે 3 સ્ટેટ હાઇવે અને પંચાયતના 12 રસ્તાઓ બંધ છે. આ રસ્તાઓને પુન: શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

- Advertisement -

માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ઓવરટોપિંગના કારણે 3 સ્ટેટ હાઇવે બંધ થયા છે. જેમાં દ્વારકા નાગેશ્ર્વર રોડ, દ્વારકા જુના ચરકલા રોડ, અડવાણા રાવલ કલ્યાણપુર ભાટીયા રોડનો સમાવેશ થાય છે. જ્યારે પંચાયતના 12 રસ્તાઓ બંધ થયા છે. જેમાં ખંભાળિયા તાલુકાના સલાયા રિકલેમેશેન ગોઈંજ રોડ, કબર વિસોત્રી ટુ જોઈન એસ.એચ. રોડ, કલ્યાણપુર તાલુકાના એસ.એચ. ટુ રાણ મેવાસા વીરપુર મોટા આસોટા નાના આસોટા રોડ, જામપર ધૂમથર સિધ્ધપુર રોડ, ડાંગરવડથી આશિયાવદર રોડ, જામપર ચપર રોડ, એસ.એચ.ટુ ચૂર ચપર મોવાણ રોડ, ભાણવડ તાલુકામાં નવાગામ ભાણવડ રોડ, દ્વારકા તાલુકામાં રાજપરા પોશીત્રા રોડ, નાના ભાવડા મોટા ભાવડા કોરાડા રોડ, એસ.એચ.ટુ ધોળા મુળવાસર નાના ભાવડા મુળવાસર અણીયારી ખતુમ્બા રોડ, દ્વારકા વસઈ બાટીસા ગઢેચી હમુસર રોડ બંધ છે. જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ ભારે વરસાદના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ના કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અમિવૃષ્ટી અવિરત રીતે વરસી રહી છે. હાલ છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદથી જિલ્લાના અનેક શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબતર બન્યા છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ખેતરો જાણે તળાવ બની ગયા છે. જે અંગેના જુદા-જુદા પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આનાથી ચિંતાનો માહોલ પણ જોવા મળે છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે સવાર સુધીમાં આઠેક ઈંચ સુધીના ભારે વરસાદ બાદ પણ દ્વારકા પંથક મેઘરાજાનો મુકામ બન્યો હતો. ગઈકાલે શુક્રવારે સવારે 10 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી દ્વારકા તાલુકામાં વધુ ચાર ઈંચ (100 મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. જેનાથી ઇસ્કોન ગેઈટ, રેતવા પાડો, રૂપેણ બંદર, વિસ્તાર જેવા નિંચાણવારા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું અને જરૂરી કામગીરી કરી હતી.
આ સાથે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા સતર ઈંચ (435 મિલીમીટર) વરસી જતા કુલ 82 ટકા વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવીરત રીતે મેઘમહેર વરસી હતી. ગઈકાલે શુક્રવારે આખો દિવસ ગાઢ વરસાદી વાદળાની જમાવટ વચ્ચે ભારે ઝાપટાનો દૌર અવિરત રીતે ચાલુ રહ્યો હતો. આમ, આજે સવારે 10 વાગ્યે 24 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં વધુ ચાર ઈંચ (95 મીલીમીટર) પાણી વરસી ગયું છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક અને મુશળધાર વરસાદ હોવાથી મોટાભાગના જળાશયો તરબતર બન્યા છે. હાલ તાલુકામાં જળ સપાટી ઊંચી આવતા ઉભા મોલને વ્યાપક ફાયદો જોવા મળી રહ્યો છે. ખંભાળિયા તાલુકામાં આજે સવાર સુધીમાં કુલ સાડા પચીસ ઈંચ (632 મી.મી.) વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા દિવસોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ કલ્યાણપુર તાલુકાનો વરસાદ ત્રણ ઇંચ જેટલો (69 મી.મી.) નોંધાયો છે. ગત રાત્રિના પણ કલ્યાણપુર તાલુકામાં અવીરત રીતે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

છેલ્લા દિવસોમાં કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ગઈકાલે રાવલ ગામ નજીકનો વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં આજે સવાર સુધીમાં કુલ સાડા સતર ઈંચ (438 મિલિમિટર) વરસાદ વરસી ચુક્યો છે. ભાણવડ તાલુકામાં પણ ગઈકાલે સતત વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સવારે 10 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ભાણવડ તાલુકામાં વધુ સાડા ત્રણ ઈંચ (60 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. આ સાથે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાણવડ તાલુકામાં બાર ઈંચ (300 મીલીમીટર) નોંધાયો છે. આજરોજ શનિવારે તથા આવતીકાલે રવિવારે હવામાન વિભાગ દ્વારા અગાઉ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં વાતાવરણમાં ઠંડક વચ્ચે મહદ અંશે મેઘ વિરામ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63.18 ટકા વરસી ચૂક્યો છે. જિલ્લામાં અનેક ખેતરો તળાવ બની ગયા છે, ત્યારે મેઘરાજા હવે થોડો સમય વિરામ રાખે તેમ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular