જામનગરના નિર્મલ દિપકભાઇ સોલંકી તથા નરેશ જેન્તીભાઇ કબિરા સાથે મિત્રતાનો સંબંધ હોય, જેથી મિત્રતાના નાતે આરોપી નરેશ જેન્તીલાલ કબીરાએ ફરિયાદી નિર્મલ સોલંકી પાસેથી હાથ ઉછીના રૂા. 30,000 લીધા હતાં. જે પૈસાની માગણી ફરિયાદીએ કરતા આરોપીએ તેમના ખાાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ તેમના ખાતામાં મુદ્ત તારીખે આરોપીએ આપેલ ચેક જમા કરાવતા ચેક અપૂરતા ભંડોળના કારણે પરત કર્યો હતો. જે ચેક પરત ફરતાં આરોપીને ફરિયાદીએ લીગલ નોટીસ આપી હતી. જે લીગલ નોટીસ પરત આરોપીને મળી હોય અને કોઇ જવાબ કે, લેણી રકમ ન આપતા અદાલત સમક્ષ ફરિયાદીએ ચેક રિટર્ન થયા અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપી અને ફરિયાદી બંનેને દલીલો બાદ ફરિયાદી તરફે દલીલો માન્ય રાખી અને ફરિયાદી આરોપી પાસેથી કાયદેસર રીતે રકમ માગતા હોવાનું સાબિત માની અને આરોપી નરેશ જેન્તીભાઇ કબીરાને 3 માસની સજા અને રૂા. 30,000 દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી નિર્મલ દિપકભાઇ સોલંકી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા મિતેષ મુછડીયા રોકાયેલા હતાં.