જૂગાર દરોડાની વિગત મુજબ,
- પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના રાજપર ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અશોકસિંહ ઉર્ફે મુનાભાઈ લખધીરસિંહ જાડેજા, પોલા ડાયા રાતડિયા, યશપાલસિંહ મહાવીરસિંહ જાડેજા, ગોવિંદ જાગાભાઈ સંઘાણી, રઘુવીરસિંહ ઉર્ફે જનકસિંહ કિરીટસિંહ જાડેજા, શકિતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ લખધીરસિંહ જાડેજા સહિતના છ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.14230 ની રોકડ રકમ અને ટોર્ચ લાઈટ સહિત કુલ રૂા.14,330 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
- બીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીક્કા પોલીસે રેઈડ દરમિયાન વિરેન્દ્રસિંહ ઉર્ફે વિકી કિરીટસિંહ જાડેજા, અસગર અજીઝ સંઘાર, હરીશ કાંતિલાલ દાવદરા, ધર્મેન્દ્ર વસંત વાંજા, ઈસ્માઈલ ઉમર સુંભણિયા અને બે મહિલા સહિત સાત શખ્સોને રૂા.10,530 ની રોકડ રકમ અને રૂા.6000 ની કિંમતના સાત નંગ મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ત્રીજો દરોડો, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા એલ જી આવાસ વીંગ બી માં ચોથા માળે લોબીમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ મહિલાઓને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.17,820 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ચોથો દરોડો, જામજોધપુરમાં ખરાવાડ વિસ્તારમાં વખાર પાસે જાહેરમાં જૂગાર રમતા સુરેશ ગોપાલ વડાલિયા, બાવનજી નાગજી ખાંટ, હરેશ ભવાન ચૌહાણ, અશ્ર્વિન ઠાકરશી સિણોજીયા, ચંદુલાલ છગન રાબડીયા નામના પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.11,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
- પાંચમો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સોસાયટીમાં ઝાડ નીચે જુગાર રમતા દેવરાજ જેરામ પાટડિયા, ભગવાનજી જીવરાજ ઝીંઝુવાડિયા, બાવનજી જીવરાજ ઝીંઝુવાડિયા, જેન્તી હેમંત કાંબરીયા, કારા વિક્રમ ચંદ્રાવડિયા, કાનજી રણમલ ઝીંઝુવાડિયા નામના છ શખ્સોને રૂા.10,130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.