જામનગરના રામેશ્વરનગર પાછળના વિસ્તારમા રહેણાંક મકાનમાં ચાલતા જૂગાર સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન ચાર મહિલા સહિત સાત શખ્સોને રૂા.21,700 ની રોકડ રકમ અને રૂા.21,000ના મોબાોઇલ તથા રૂા.2,10,000 ના ત્રણ વાહન મળી કુલ રૂા.2.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં પાણાખાણમાં તીનપતિ રમતા છ શખ્સોને રૂા.10,210 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના આંબરડી મેવાસામાં છ શખ્સોને રૂા.3610 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ જ વિસ્તારમાં વધુ એક દરોડામાં ચાર મહિલાઓને રૂા.1330 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્કમાં રહેતાં મહિલા તેણીના ઘરે બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ચાર મહિલા અને કેવલ શાંતિલાલ ગુઢકા, ભીમશી અરજણ ભાટીયા, નિલકંઠ ઉર્ફે નવીન આત્મારામ નંદા સહિતના સાત શખ્સોને રૂા.21,700 ની રોકડ અને રૂા. 21,000 ની કિંમતના સાત નંગ મોબાઇલ તથા રૂા.2.10 લાખની કિંમતના ત્રણ વાહનો મળી કુલ રૂા.2,52,700 ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણમાં તીનપતિનો જૂગાર રમતા બંટીશીંગ રામબરનશીંગ કુશવા, શેરસિંહ રામસીયા કુશવા, પુરન રાધેશ્યામ કુશવા, બ્રિજમોહન શ્યામસિંગ કુશવા, જન્ડેલસિંહ કરનસિંહ કુશવા, ભુરસિંગ જગદીશસિંગ કુશવા નામના છ શખ્સોને રૂા.10,210 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુરના આંબરડી મેવાસા ગામમાં તીનપતિનો જૂગાર રમતા અર્જુન ભીખા રાઠોડ, છગન સોમા વાવેચા, રમેશ પોલા લુદરિયા, દેવા રૂડા છેલાણા, મનસુખ પોલા ચૌહાણ, જયેશ ગોકળ પરમાર નામના છ શખ્સોને 3610 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ જ વિસ્તારમાંથી વધુ એક દરોડા દરમિયાન ચાર મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1,330ની રોકડ અને ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.