Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજામનગર જિલ્લામાં ચાર સ્થળે જુગાર દરોડામાં 23 ખેલંદાઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં ચાર સ્થળે જુગાર દરોડામાં 23 ખેલંદાઓ ઝડપાયા

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં સોસાયટી વિસ્તારમાંથી તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને શેઠવડાળા પોલીસે રૂા. 40,120ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામમાંથી જુગાર રમતાં સાત શખ્સોને પોલીસે રૂા. 48,380ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં સોસાયટી વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પો.કો. વરજાંગભાઇ કટારા, રાજવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. એસ. પટેલ, હે.કો. બ્રીજરાજસિંહ જાડેજા, પો.કો. વરજાંગભાઇ કટારા, રાજવીરસિંહ પરમાર, અર્જુનભાઇ ડુવા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન પરબત વાલા મકવાણા, લખમણ ઉર્ફે કારો ડાયા મકવાણા, રાજેશ બાબુ બેડવા, કિશોર રામા બેડવા, માધા બાબુ સોલંકી, મનોજ રણજિત મકવાણા સહિતના 6 શખ્સોને શેઠવડાળા પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 10,120ની રોકડ, રૂા. 20 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ, રૂા. 10 હજારની કિંમતનું એક બાઇક મળી કુલ રૂા. 40,120ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજો દરોડો કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામની સીમમાં તળાવની બાજુમાં લીમડાના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમિયાન મુકેશ રામજી બેરા, બાબુ ઓસમાણ આદમાણી, કિશોર અરજણ મકવાણા, રાજેશ રણછોડ વાટલિયા, સલીમ બાવા મુદ્રાક, સાહીદ બશીર આદમાણી, મહેશ નરશી તાળા નામના સાત શખ્સોને રેઇડ દરમ્યાન રૂા. 48,380ની રોકડ રકમ, ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં તક્ષશિલા સોસાયટીમાં જુગાર રમતાં હિતેશ દુદા ટોયટા, રામદે કરશન વકાતર, ભીખા રામ માવદિયા, પરબત પીઠા માડમ, વેજાણંદ સાજણ નગરીયા, સનોજ ગોરખનાથ મલા, જમન ગોવિંદ અભંગી નામના સાત શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફએ રેઇડ દરમ્યાન રૂા. 7,650ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો જામનગર તાલુકાના અલિયા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં માનસિંગ ગોવા રાઠોડ, વજુ વીરજી હળવદિયા અને કિશોર ચના સોલંકી નામના ત્રણ શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 5300ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular