જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સાથે સાથે ઓમીક્રોનની સાથે સાથે કોરોનાનું સંક્રમણ સતત અને ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જિલ્લામાં કોરોનાના વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓ સાજા થયા હતાં.
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે અને વિશ્વમાં દરરોજ અસંખ્ય લોકો કોરોનામાં સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાની સાથે સાથે ઓમીક્રોન વેરિએન્ટ પણ પ્રસરી રહ્યો છે અને વિદેશથી આવેલા આ વેરિએન્ટમાં પણ દરરોજ અસંખ્ય કેસો નોંધાય છે. જો કે, ગુજરાત રાજ્યમાં ઓમીક્રોનનો પ્રથમ પોઝિટિવ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણ પણ સતત વધતું જાય છે. જેમાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 16 વ્યકિતઓના રિપોર્ટ પોઝિટિવ તથા ગ્રામ્યના વિસ્તારમાં 7 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે જિલ્લામાં બે દર્દીઓ સાજા થઈ ગયા હતાં. આમ જિલ્લામાં 24 કલાક દરમિયાન 23 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બે દર્દીઓ સાજા થયા હતાં.
જામનગરની સાથે સાથે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ અનેકગણી ઝડપી વકરી રહ્યું છે. આ સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા અવાર-નવાર ચેતવણી આપવામાં આવે છે અને સંક્રમણ ન વકરે તે માટે રાત્રિકફર્યૂ લાગુ કરાયો છે તેમજ સરકાર દ્વારા આગામી દિવસોમાં શાળાઓ બંધ કરવા અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. જો કે, હાલમાં કોરોના સંક્રમણની ઝડપ કરતાં આગામી દિવસોમાં કોવિડ ગાઈડલાઈનના નિયમો વધુ કડક કરવામાં આવશે.