જામનગરમાં ગુલાબનગર પાસેથી રિક્ષામાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાંની 200 નંગ બોટલ જામનગર એસઓજીએ કબ્જે કરી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં ગુલાબનગર રવિરાજ પાન પાસેથી રિક્ષામાં શંકાસ્પદ નશાકારક કેફી પીણાંની બોટલો સાથે એક શખ્સ નિકળનાળ હોવાની એસઓજીના હેકો.અરજણભાઇ કોડીયાતરને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજીના પીઆઇ આર.વી.વિચ્છીના માર્ગદર્શન મુજબ એસઓજી દ્વારા ગુલાબનગર રવિરાજ પાન પાસેથી યુવરાસિંહ બળુભા સોઢા નામના શખ્સ પાસેથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાની રૂા.30,000ની કિંમતની 200 બોટલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.