Friday, March 29, 2024
Homeરાજ્યહાલારલિંબુડાના ખેડૂત દ્વારા સ્વખર્ચે 20 ગામના ખાડા રિપેર કર્યા

લિંબુડાના ખેડૂત દ્વારા સ્વખર્ચે 20 ગામના ખાડા રિપેર કર્યા

- Advertisement -

એક કહેવત છે કે, ‘પારકી આશા સદા નિરાશા’ ત્યારે આ કહેવત અનુસાર લિંબુડા ગામના ખેડૂત દ્વારા સરકાર ઉપર નિર્ભર રહેવાના બદલે સ્વખર્ચે 20 ગામના ખાડા બુર્યા હતાં અને રાહદારીઓને રાહત આપી હતી.

- Advertisement -

સામાન્ય રીતે રસ્તા પરના ખાડાઓ તથા ગાબડા રિપેર કરવાનું સરકારનું હોય છે. પરંતુ જામનગરના લિંબુડા ગામે રહેતા અરવિંદભાઇ ગોવિંદભાઇ પટેલ નામના ખેડૂતે સ્વખર્ચે 20 જેટલા ગામોમાં રોડ પર પડેલા ખાડા રિપેર કરવાનું કાર્ય હાથ ધર્યું છે. મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે લિંબુડા ગામના આ ખેડૂતે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઇ સ્વખર્ચે ખાડા બુરવાનું કાર્ય હાથ ધર્યું છે. ખેડૂતના જણાવ્યાનુસાર 20 ગામના 90 જેટલા ખાડા અંદાજિત 45000ના ખર્ચે તેમણે રિપેરીંગ કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular