Monday, January 13, 2025
Homeરાજ્યવિદેશથી આવેલા 20 મુસાફરોને કવોરોન્ટાઈન કરાયા

વિદેશથી આવેલા 20 મુસાફરોને કવોરોન્ટાઈન કરાયા

તમામના કોવિડ રિપોર્ટ નેગેટિવ, તંત્ર દ્વારા કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાડોશી જિલ્લા જામનગરમાં એમિક્રોન વાયરસનો એક કેસ નોંધાયા બાદ બંને જિલ્લા સાથે રાજ્યભરમાં આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય દ્વારા પણ વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.

- Advertisement -

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા તાલુકામાં સાત, કલ્યાણપુર તાલુકામાં સાત, ભાણવડ તાલુકામાં પાંચ તથા દ્વારકા તાલુકામાં એક મુસાફર વિદેશથી યાત્રા કરીને પરત આવ્યા છે. આ તમામ વીસ મુસાફરો અંગે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી મેળવી તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગે જાહેર થયેલી વિગત મુજબ ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ 11 હાઈ રિસ્ક ક્ધટ્રી પૈકીના એક પણ દેશમાંથી આ મુસાફરો આવ્યા નથી. નાઈજીરિયા, કતાર જેવા દેશોમાંથી અહીં આવેલા આ મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ વ્યક્તિઓને ચૌદ દિવસ માટે કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular