Monday, January 12, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં 20ને ઇજા

રાજકોટમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં 20ને ઇજા

રાત્રે ગણપતિ પંડાલમાં આરતી સમયે સર્જાઇ દુર્ઘટના

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક પાસે એક મોટી દુર્ઘટના સર્જાય છે. ગણપતિ પંડાલમાં આરતીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી આ સમયગાળા દરમિયાન આ મોટી દુર્ઘટનાનો બનાવ બન્યો હતો.આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

- Advertisement -

યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પાડવાના કારણે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. એક મહિલાની હાલત ગંભીર છે.મહત્વનુ છે કે, રાજકોટમાં થયેલી મોટી દુર્ઘટના પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ પૂર્વ મેયર પ્રદીપ ડવ સાથે વાતચીત કરી તાગ મેળવ્યો હતો ઉપરાંત મુખ્યમંત્રીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular