Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિખુટી પડેલી દિવ્યાંગ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમની ટીમ

વિખુટી પડેલી દિવ્યાંગ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમની ટીમ

- Advertisement -

ધ્રોલ તાલુકાના જાયવા ગામની સીમમાંથી પરિવારથી વિખુટી પડી ગયેલી દિવ્યાંગ બાળકીને 181 અભયમ ટીમે શોધી કાઢી અને પોલીસને સોંપી આપી હતી ત્યારબાદ પોલીસે બાળકીને તેમના પરિવારજનોને સોંપી આપતા પરિવારજનો એ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાયવા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા સવેસીંગભાઈ વસુનિયા નામના યુવાનની 14 વર્ષની દિવ્યાંગ પુત્રી ગત તા.11 ના રોજ તેના પરિવારથી વિખુટી પડી ગઇ હતી અને આ બાળકી બોલી શકતી ન હોય, અને લાપતા થવાથી પોલીસે શોધખોળ આરંભી હતી. દરમિયાન તેના આધારે 181 અભયમની ટીમના એએસઆઈ જે.એમ. અગ્રાવત, પો.કો.રીનાબેન માટીયા, રીનાબેન લૈયા, સંગીતાબેન બાલસરા નામની ટીમ દ્વારા મોટી વાગુદડ ગામમાંથી વિખુટી પડેલી ન બોલી શકતી બાળકીને શોધી કાઢી આ બાળકીને પીઆઇ એમ બી ગજ્જર, પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે 181 અભયમની ટીમ સાથે તેમના માતા-પિતાને સોંપી આપી હતી. વિખુટી બાળકી મળી આવતા શ્રમિક દંપતીએ પોલીસ અને અભયમ ટીમનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular