જોડિયા તાલુકાના જામદુધઈ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.16010 ની રોકડ રકમ અને ચાર મોબાઇલ સહિત રૂા.21510 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે રૂા.12650 ની રોકડ તથા ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.11700 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયા તાલુકાના જામ દુધઈ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન લક્ષ્મણ દેવીદાસ ગોહિલ, ચકુભાઈ મોહનભાઈ સાવરીયા, જેન્તી બેચર જાદવ, દયાળજી ચના ડાભી, ત્રિભવન લખમણ ગાંભવા, ભગવાનજી રતીલાલ ગોહિલ સહિતના છ શખ્સોને રૂા.16010 ની રોકડ રકમ અને રૂા.5500 ની કિંમતના ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા.21510 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે સીટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન કાસમ અબ્બાસ ખીરા, ગોવિંદ સીથર ભીલ, સલીમ સુલતાન ખીરા, મોહસીન અનવર ખીરા, હાજી યુનુસ સાટી, ફીરોજ હુશેન ખીરા સહિતના છ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા રૂા.12650 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.2 વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુકેશ ધીરુભાઈ વાઘેલા, હુશેન અબ્બાસભાઈ બ્લોચ, અમિત સોમા આરઠીયા, રાહુલ નાનજી પાટડીયા, રમેશ ધીરુ સીતાપરા નામના પાંચ શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.11700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.