Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા, સલાયા અને ભાણવડમાં જુગાર રમતા 18 શખ્સો ઝબ્બે

ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં જુગાર રમતા 18 શખ્સો ઝબ્બે

- Advertisement -

ખંભાળિયાથી આશરે 30 કી.મી. દૂર નાના આસોટા ગામે આવેલા વાછરાડાડાના મંદિરના પાછળના ભાગે આવેલી નદીના કાંઠે બાવળની ઝાળીઓમાં બેસીને ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા ગીર સોમનાથ જિલ્લાના તલાલા ગામના રાજુ ધનુ પરમાર, કપિલ સુરેશ મકવાણા, સાગર લખમણ વાંઝા, અજય દિનેશ મારડીયા અને ઉપરકોટ વિસ્તારમાં રહેતા રાહુલ રણછોડ મકવાણા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 12,300 રોકડા તેમજ રૂપિયા 25,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 37,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલા પરોડીયા વાડી વિસ્તારમાં સ્થાનિક પોલીસે રાત્રીના દોઢ વાગ્યાના સમયે જુગાર દરોડો પાડીને ટોર્ચબત્તીના અજવાળે જુગારની મોજ માણી રહેલા નગા પુના ભાન ગઢવી, અરજણ પુના ભાન, દેવાણંદ વજા ભાચકન, રાજુ ભોજા ભાન, ખેતશી હરદાસ ભાન, કાયા માંડણ ભાન અને ભોજા લાખા ભાન નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. 10,040 રોકડા તથા સહિત કુલ રૂપિયા 14,090 નો મુદ્દામાલ કબજે કરી સલાયા મરીન પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર ધારાગઢ ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે રાત્રિના અઢી વાગ્યે જુગાર અંગેની કાર્યવાહી કરી, કાસમ ઉર્ફે કાસુ ઓસમાણ દેથા, સામત ઉર્ફે લંગડો ઈબ્રાહીમ નાઈ, અબુ ઉર્ફે ટાલીયો ગુલમામદ સંધી, સિકંદર ઉર્ફે ભોલો નુરમામદ શેઠા, આમદ ઉર્ફે ટાલીયો સુલેમાન શેઠા અને કાના કરણા ભાટુ નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 12,700 રોકડા કબજે લીધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular