Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયગાઝા યુધ્ધમાં 17,000 બાળકો અનાથ

ગાઝા યુધ્ધમાં 17,000 બાળકો અનાથ

- Advertisement -

7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના ઓચિંતા હુમલા અને પછી ગાઝામાં ઇઝરાયેલની વળતી કાર્યવાહી બાદથી ગાઝા જાણે બાળકોનું સૌથી મોટું ’કબ્રસ્તાન’ બની ગયું છે. માહિતી અનુસાર ગાઝામાં અત્યાર સુધીમાં 27 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઇ ગયા છે, જેમાંથી 12 હજાર તો ફક્ત બાળકો જ છે. આ ઉપરાંત યુએનના રિપોર્ટ અનુસાર 17 હજાર બાળકો અનાથ થઇ ગયા છે જેમના માતા-પિતા વિશે કોઈ જાણકારી મળી રહી નથી. આ રીતે હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ બાળકો માટે કેર બની ગયું છે.

- Advertisement -

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લીધે ગાઝામાં જીવીત બચી ગયેલા બાળકો ઉપર પણ સંકટના વાદળો સતત ઘેરાયેલા રહે છે. તેમની માટે ભૂખ અને કૂપોષણ મોટી સમસ્યા બની ગયા છે. આવી સ્થિતિમાં આ યુદ્ધમાં ગાઝાના બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે.યુનિસેફે આ મામલે કહ્યું કે ગાઝામાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડી છે. આવી સ્થિતિમાં તેમને સપોર્ટની જરૂર છે. અહેવાલ અનુસાર યુનિસેફના એક અધિકારીએ કહ્યું કે ગાઝાના દરેક બાળકની કહાની દર્દનાક છે. લગભગ 1.7 મિલિયન લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અનાથ બની ગયેલા બાળકોની સંખ્યા લગભગ 1 ટકા થઈ ગઈ છે. હજુ આ આંકડો સ્પષ્ટ નથી. ગાઝામાં જેવી સ્થિતિ છે તેવામાં આંકડા એકઠાં કરવા અને પછી વેરિફાય કરવું પણ એક મોટો પડકાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular